નરેશપરમાર -કરજણ
ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લાના ઝોન કક્ષાનો રાષ્ટ્રીય રોલ પ્લે કાર્યક્રમ માં લીલોડ માધ્યમિક શાળા ના વિદ્યાર્થી અગ્રેસર
વડોદરા જિલ્લામાંથી સરકારી માધ્યમિક શાળા લીલોડ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કે વિજેતા જાહેર થયેલ છે
જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ દાહોદ અને મહીસાગર કુલ સાત જિલ્લાના ઝોન કક્ષાનો રાષ્ટ્રીય રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા નો આયોજન આજરોજ તા-01/10/2024 ને મંગળવારના દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ વલાસણ ખાતે યોજાયેલ હતું જેમાં વડોદરા જિલ્લામાંથી સરકારી માધ્યમિક શાળા લીલોડ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કે વિજેતા જાહેર થયેલ છે અને રાષ્ટ્રીય રોલ પે સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે હવે આગામી પાંચ તારીખે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં સાત જીલ્લાનું ઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ સમગ્ર ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે અને ઝોન કક્ષાએ વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓ ને આ શાળાના શિક્ષક શ્રીમિતલબેન પટેલ અને શ્રીઅનિલભાઈ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ ,તેમજ શાળાના આચાર્યશ્રી કે બી પરમાર દ્વારા ઉકત બાબતે સમગ્ર સંકલન કરવામાં આવેલ અને આ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે