SINORVADODARA

બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના લીરેલીરા શિનોર મુકામે ખુલ્લા જાહેર માર્ગ ઉપર સોય સાથેની સિરીંજો મળી

તાલુકા મથક શિનોર મુકામે ખુલ્લા જાહેર માર્ગ ઉપર સોય સાથેની સિરીંજો આશરે ચાર થી પાંચ કિલો મળી આવ્યા પછી, ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળું મારવાનો પ્રયત્ન આરોગ્ય તંત્ર કરી રહ્યા છે. અને પત્ર લખી પ્રાઇવેટ હોસ્પિટલ તથા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનારા તમામને ક્લિનિકમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માર્ગદર્શિકા નું કડક પાલન કરવા સૂચના

બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના લીરેલીરા શિનોર મુકામે ખુલ્લા જાહેર માર્ગ ઉપર સોય સાથેની સિરીંજો મળી
કુનાલ દરજી
તાલુકા મથક શિનોર મુકામે ખુલ્લા જાહેર માર્ગ ઉપર સોય સાથેની સિરીંજો આશરે ચાર થી પાંચ કિલો મળી આવ્યા પછી, ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળું મારવાનો પ્રયત્ન આરોગ્ય તંત્ર કરી રહ્યા છે. અને પત્ર લખી પ્રાઇવેટ હોસ્પિટલ તથા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનારા તમામને ક્લિનિકમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માર્ગદર્શિકા નું કડક પાલન કરવા સૂચના આપેલ છે.
શિનોર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ની જગ્યા નિવૃત્તિ પછી ખાલી છે અને ત્યાં નો ચાર્જ હાલમાં મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશ વસાવા સંભાળી રહ્યા છે પરંતુ દીવા તળે અંધારું એ ઉક્તિ અનુસાર તાલુકા હેલ્થ ઓફિસર ની કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ શિનોરમાં જ આવેલું છે છતાં પણ તારીખ છ અને સાત બે દિવસ સુધી મહાકાળી માતા મંદિર ની સામે તથા પટેલ વાડી પાસે ખુલ્લામાં જાહેર સ્થળે સોય સાથેની સિરીંજો પડી રહી હતી, તેની કોઈ પણ જાણકારી આ તંત્રને થઈ નહોતી. મીડિયા કર્મીઓને જાણ થતાં સમાચારો ચમક્યા પછી તંત્ર એક્શનમાં આવ્યું અને સ્થળ પરથી જાતે આનો નિકાલ કરવામાં આવ્યો ,જેની તસવીર આ સાથે સામેલ છે, પરંતુ આ બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં કોણ નાખી ગયું ??? તેની તપાસ પૂરેપૂરી કરવામાં આવી નથી, માત્ર હાજર ડોક્ટરોને બોલાવી ને પૂછવામાં આવ્યું કે આ કોણ નાખી ગયું છે ??? જવાબ તમામ હાજર ડૉક્ટરોએ અમોને ખબર નથી, આપીને છૂટી ગયા. ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું કે આ સરકારી દવાખાનાનો મેડિકલ વેસ્ટ નથી, અને ખાનગી વાળા નો હોઈ શકે તેથી તંત્ર એ ખાનગી ક્લિનિક વાળા ને ક્લિનિકમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માર્ગદર્શિકા નું કડક પાલન કરવાનો પત્ર લખીને સબ સલામતની ડફલી વગાડેલ છે. આ પત્રમાં પણ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર હોવા છતાં પણ અધિકારી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર લખવામાં આવેલ છે ,તે પણ ખોટું છે. કારણકે તેઓ માત્ર ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર છે.

Back to top button
error: Content is protected !!