મેહસાણા એલસીબી પોલીસે ઇજારાપુરા પાટીયા મેહસાણા હાઇવે બાયપાસ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા એલસીબી પોલીસે ખાનગી બાતમી ના આધારે કડી જવાના રોડ ઉપર ઇજરાપુરા પાટીયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઈ રહેલી ઇનોવા કાર અને અર્ટકા કાર ને વોચ રાખીને ઝડપી લીધી હતી જ્યારે અન્ય એક ટાટા ટ્રકને મેહસાણા હાઇવે બાયપાસ રોડ ઉપર થી પસાર થતી ટ્રક ને વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઈસમો ને ઝડપી લઈને સફળ કામગીરી કરી હતી. આ અંગે એલસીબી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સાંથલ પોલીસ હદ વિસ્તારમા એલસીબી પી એસ આઈ એમ ડી ડાભી સહિતને ટીમ પેટ્રોલીંગ મા હતી તે સમયે ખાનગીમાં બાતમી મળી હતી કે એક ગ્રે કલર ની ઇનોવા કાર મા વિદેશી દારૂનો જથ્થા સાથે કડી તરફ જઇ રહી છે પોલીસે બાતમી ના આધારે કડી જતા ઇજારાપુરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી ને ઉભા હતા તે સમયે એક ગ્રે કલર ની ઇનોવા કાર જેનો નંબર જીજે ૧૮બી.બી ૫૭૪૭ અને તેની સાથે આવી રહેલી અર્તિકા કાર ને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી રૂ ૨,૦૬, ૨૭૭ /- રૂપિયા નુ વિદેશી દારૂ મળી આવ્યું હતું જોકે પોલીસ ને જોઈ બંને કારો ના ચાલક સ્થળ ઉપર ભાગી જતાં પોલીસે વિદેશી દારૂના જથ્થો બંને કારો રૂપિયા ૧૨,૦૬,૨૭૭/- મુદ્દામાલ જપ્ત કરી કાર નંબર જીજે ૧૮ બી.બી.૫૭૪૭ ના ચાલક અને આર્ટીકા કાર જીજે ૧૨ઇ.ઇ ૭૨૧૧ ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જ્યારે મેહસાણા હાઇવે બાયપાસ રોડ પરથી એલસીબી પી એસ આઈ એમબી પઢિયાર અને તેઓ ટીમે બાતમી ના આધારે ટાટા ટ્રક જેનો પાસિંગ નંબર આરજે ૧૪ જીસી ૬૮૯૬ તેમજ સ્વિફ્ટ કાર નંબર આર જે ૧૮ સીએ ૬૮૫૧ ને રોકી તેમાંથી વિદેશી દારૂની બોટલો ૩૭૨૦ ૨૩૦ પેટી વિદેશી દારૂ રૂપિયા ૧૩,૮૫,૫૨૦/- નો જથ્થો ઝડપી લીધો હતો પોલીસે ટાટા ટ્રક સ્વિફ્ટ કાર સહિત કુલ રૂપિયા ૩૪,૯૭,૩૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરી રાહુલ બીરબલ સિંહ જાટ તેમજ વિક્રમ લાલચંદ જાટ તેમજ મકસુદ ખાન માલીયા તેમજ ઇસ્માઇલ મહાવીર ને જડપી પાડી ચંદીગઢ થી માલ મોકલનાર સંદીપ અલી અને અસલમ ભટી રણજીત કુમાર જાટ સહિત કુલ સાત સામે ગુનો નોંધી વોન્ટેડ ત્રણ આરોપીઓની તપાસ હાથ ધરી છે.