
ફૈઝ ખત્રી… શિનોર
શિનોર નાની ભાગોળ વિસ્તાર મા આવેલ મકબુલ સફી ની દરગાહ ના પતાગનમાં ખ્વાજા મકબુલશફી વેલફેર કમિટી દ્વારા આજ ના યુગ માં લગ્ન પ્રસંગ ઘણા ખર્ચાર બન્યા છે.ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જઈ રહી છે.જેથી સમૂહ લગ્નનુ સુંદર આયોજ કરવામાં આવ્યું હતું. .જેમાં 11 યુગલો નિકાહમાં જોડાયા હતાં. આજના આ શુભ પ્રસંગે યુગલો ને આશીર્વાદ આપવા પીરે તરીકત સૈયદ ઝાકીરઅલીબાવા તેમજ રણજીતસિંહ રાઠોડ મેમ્બર ગુજરાત વકફબોર્ડ (એડવાકેટ) મેમ્બર ગુજરાત બાર કાઉન્સીલ, પીરે તરીકત અલીરજાબાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે સમૂહ લગ્નોત્સવ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની જતા હોય છે. સમાજ ના અનેક પરિવારોને કુ – રિવાજો અને ખોટા આર્થિક બોજા થી બચાવવાના આ પ્રયાસ ને શિનોર ખ્વાજા મકબુલશફી વેલફેર કમિટી ના આ કાર્ય ને બિરદાવ્યું હતું.




