નરેશપરમાર -કરજણ,
કરજણ ના વેમારડી રોડ પર આવેલ ખેતરમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો
સુરતનાવેલણજાના આધેડનો સળગેલ મૃતદેહ મળ્યો હતો
કરજણ વેમારડી રોડ ઉપર એક નીલગીરીના ખેતરમાં ત્રણ દિવસ અગાઉ સળગેલી હાલતમાં મળી આવેલ અજાણ્યા ઇસમની લાશની ઓળખ પોલીસને થઈ છે. મરણ જનાર ઈસમ પાંસઠ વર્ષીય આધેડ સુરત વેલણજા ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કરજણ વેમારડી રોડ પર આઈનોકસ કંપનીની સામે નીલગીરીના ખેતરમાં ત્રણ દિવસ અગાઉ વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી લાશ મળી આવી હતી. જે બાબતની ખેતરના માલિકની ફરિયાદ લઈ પોલીસે અજાણ્યા ઇસમનું ખૂન કરી કોઈ જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી દેવા અંગેની ફરિયાદ નોંધી તેના ઓળખ અને તપાસનો દોર શરૂ
કર્યો હતો. જે કાર્યવાહી કામગીરી માટે સ્થાનિક પોલીસ સહિત SOG LCB સહિતની જિલ્લાની તમામ શાખાના પોલીસ સ્ટાફે યુવાનીની ઓળખ માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. પોલીસની અલગ અલગ ટીમો બનાવાઈ હતી. ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજની ચકાસણી, ગુમ થયેલ વ્યકિતની માહિતી પણ મંગાવી હતી. બનાવ ગત તા. પની મોડી રાતે બન્યો હતો. જેના ત્રણ દિવસ થવા છતાં પોલીસને કોઈ સફળતા સાંપડી ન હતી. ત્યારે પોલીસને તપાસ કાર્યવાહી દરમિયાન મરણ જનાર ઇસમની ઓળખ થતાં મરનારનું નામ મનસુખ બારડ (ઉ.વ. ૬૫ ગામ, વેલણજા તા.કામરેજ જી. સુરત)નો હોવાનું બહાર આવ્યું છે.