GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારીએ રાત્રિના 2 વાગ્યે બંધ કરાયેલા કોલસાના કુવાઓની ખાતરી કરી, ગેરકાયદે ખનન સામે તંત્ર સજ્જ

તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને કોલસાના ગેરકાયદે કુવાઓ સામે તંત્ર દ્વારા અગાઉ બંધ કરાવવામાં આવેલા કોલસાના કુવાઓ ફરી શરૂ ન થાય તે માટે ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મધરાત્રે આશરે ૨ વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ તેમની ટીમ સાથે મૂળી અને થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું ખાસ કરીને મૂળી તાલુકાના આસુદ્રાળી અને થાનગઢ તાલુકાના નળખંભા ગામની ખાનગી માલિકીની જમીનોમાં જ્યાં અગાઉ ગેરકાયદેસર કોલસાના કુવાઓ બંધ કરાવવામાં આવ્યા હતા ત્યાં રૂબરૂ જઈ તપાસ કરવામાં આવી હતી અધિકારી દ્વારા આ તપાસ એ ખાતરી કરવા માટે કરવામાં આવી હતી કે અગાઉ સીલ કરાયેલા અથવા બંધ કરાયેલા આ કુવાઓ પુનઃ ચાલુ કરવામાં આવ્યા છે કે કેમ જોકે આ સઘન ચેકિંગ દરમિયાન હાલમાં કોઈપણ ગેરકાયદેસર કોલસાનો કૂવો ચાલુ હાલતમાં મળી આવેલ નથી જે તંત્રની અગાઉની કામગીરીની સફળતા દર્શાવે છે નાયબ કલેક્ટરની આ આકસ્મિક તપાસને પગલે પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ઉલ્લેખનીય છે કે એચ.ટી. મકવાણા અગાઉ પણ અનેકવાર મધરાત્રે દરોડા પાડીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ઝડપી પાડવા માટે જાણીતા છે.

Back to top button
error: Content is protected !!