
ફૈઝ ખત્રી…શિનોર
અત્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો ખુદાની ઈબાદતમાં મસ્ગુલ થઈ ગયા છે ત્યારે મોટા લોકો સાથે સાથે નાના નાના ભૂલ્કાઓ પણ અત્યારના સખત ગરમીના વાતાવરણમાં ભૂખ તરસ સહન કરી રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે.
સાધલી નગરના નાના ભૂલકાઓ પણ પવિત્ર રમઝાન મહિનાના રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે ત્યારે
સાધલી ના સરદાર નગર વિસ્તારમાં રહેતી માત્ર 4 વર્ષની આજિયાના બાનું મન્સૂરી .અને 7 વર્ષના મોહમ્મદ હસ્નૈન મન્સૂરી તેમજ સાડા ચાર વરસના મોહમ્મદ સૈફ મન્સૂરી એ રમઝાન મહિનામાં પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની બંદગી કરીને નાની ઉંમરે રોઝો રાખી દુઆઓ કરી હતી.
એકજ ઘરમાં ત્રણ નાના ભૂલકાઓ એ રોજા રાખતા મુન્નાભાઈ મન્સૂરી પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.




