GUJARATHALOLPANCHMAHAL
હાલોલ- નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવનાર આશાસ્પદ યુવક નું મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૧૨.૨૦૨૪
હાલોલ નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવનાર યુવક નું મોત નીપજ્યું હતું.યુવક હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલી ગાયત્રી નગરમાં રહેતો સુનિલ બ્રિજપાલસિંહ રાજપૂત હોવાની જાણકારી મળી છે,યુવકે ઘરે તેના ભાઈ ને ફોન કરી જાણ કરી હતી અને કેનાલ ઉપર જઈ મોત ની છલાંગ લગાવી હતી.સદનસીબે હાલોલ ફાયર ની ટીમ એક યુવક ને શોધવાની કામગીરી કરી રહી હતી જેઓ એ આ યુવક ને બચાવ્યો હતો અને સ્થળ ઉપર પ્રાથમિક ઉપચાર કર્યો હતો.યુવક ને સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલાં તે યુવકનું મોત નીપજ્યું હતું.જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.