DAHOD

દાહોદ તાલુકા પોલીસે કોલસાના પાવડરની થેલીઓની આડમાં લઈ જવાતો ૧૨.૯૬ લાખની કિંમતનો દારૂ સાથે આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો

તા.૦૫.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકા પોલીસે કોલસાના પાવડરની થેલીઓની આડમાં લઈ જવાતો ૧૨.૯૬ લાખની કિંમતનો દારૂ સાથે આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો

પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે બપોરે દાહોદ તાલુકા પોલીસની ટીમ સરકારી વાહન લઇ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી કોલસાનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી એમ.એચ.૦૨- ઈ.આર -૨૭૩૬ નંબરનો આઈસર ટેમ્પો વડોદરા તરફ જનાર છે. જે બાતમીને આધારે દાહોદ તાલુકા પોલીસની ટીમે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર આવેલ દાહોદ તાલુકાના કાળીતલાઈ ગામે બસ સ્ટેન્ડ પાસે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બપોરના દોઢેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળો આઇસર ટેમ્પો દાહોદ બાજુથી દૂરથી આવતો નજરે પડતા વોચમાં ઉભેલ તાલુકા પોલીસ સાબદી બની ગઈ હતી. અને ટેમ્પો નજીક આવતા જ પોલીસે તેને હાથનો ઈશારો કરી રોકી ટેમ્પોને ચારે બાજુથી ઘેરી લીધો હતો. અને ટેમ્પોની તલાસી લઈ ટેમ્પોમાંથી કોલસાના પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં સંતાડીને મુકેલ રૂપિયા ૧૨.૯૬ લાખની કુલ કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ-૯૬૦૦ ભરેલ પેટીઓ નંગ-૨૦૦ પકડી પાડી સાથે સાથે રૂપિયા ૧,૦૫૦/-ની કુલ કિંમતની કોલસાનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ-૩૫ પકડી પાડી આઇસર ટેમ્પોના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોરના મનોજરાવ શંકરરાવ રાવતની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન કબજે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા દસ લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળી કુલ રૂપિયા ૨૩,૦૨,૦૫૦/-નો મુદ્દામાલ કબજે લઈ સદર દારૂનો જથ્થો ક્યાંથી કોને ભરી આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો? તે બાબતે આઇસર ટેમ્પોના ચાલક મનોજ રાવ શંકરરાવ રાવતની પૂછપરછ કરતા તેને સદર દારૂ મધ્યપ્રદેશના પીથમપુરથી ૭૩૫૯૯૩૬૬૨૦ નંબરના મોબાઈલ ધારકે ભરાવી આપ્યો હતો. અને સદર દારૂ વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે રસ્તા પર મંગાવનાર અજાણ્યા ઈસમને આપવા જતો હોવાનું જણાવતા દાહોદ તાલુકા પોલીસે આ મામલે આઇસર ટેમ્પોના ચાલક સહિત ત્રણ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!