SINORVADODARA

શિનોર ખાતે નવનિર્મિત સરદાર પટેલ માર્કેટ યાર્ડ નું વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા ના હસ્તે લોકાર્પણ કરાયું

વડોદરા જિલ્લા ના શિનોર મુકામે ગુજરાત સરકાર ની કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શિનોર મુકામે સરદાર પટેલ માર્કેટ યાર્ડ નુ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું.આ સરદાર પટેલ માર્કેટ યાર્ડ ને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મુખ્ય યાર્ડ તરીકે જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો.જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા અને APMC ચેરમેન સચિન પટેલ ના વરદ હસ્તે રીબીન કાપી નવનિર્મિત સરદાર પટેલ માર્કેટ યાર્ડ નું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ના અંતે શિનોર APMC ના ચેરમેન સચિન પટેલે તમામ ખેડૂતો,વેપારીઓ અને ભાજપના હોદ્દેદારો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર ના ડિરેક્ટરો, ઉપ સરપંચ નીતિનભાઈ ખત્રી,ખેડૂતો,વેપારીઓ સહકારી અધિકારીઓ અને જિલ્લા અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ફૈઝ ખત્રી…શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!