
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામમાં આવેલ વસાવા સમાજનું સ્મશાન ગૃહ અતિ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી સ્મશાનની યોગ્ય સુવિધાઓના અભાવે સમાજજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મુદ્દે સ્થાનિક વસાવા સમાજના યુવાનો દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્મશાનની હાલત સુધારવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાથી સ્થાનિક નેતાગીરીની નિષ્ફળતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે શિનોર તાલુકા ભાજપ પ્રમુખના ફાર્મ હાઉસની નજીક જ આ સ્મશાન ગૃહ આવેલું હોવા છતાં તેની દયનીય હાલત યથાવત છે. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.





