
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકા સેવાસદન ખાતે શિનોર તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મત ગણતરી યોજાઈ હતી જેમાં ઉમેદવારો સાથે એમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ન ભાગ રૂપે શિનોર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
શિનોર તાલુકાની ચાર ગ્રામ પંચાયત પુનિયાદ, માલપુર, સાંધા અને દામાપુરા સમરસ જાહેર થયા પછી સાત ગ્રામ પંચાયતોમાં તથા સરપંચની બે પેટા ચૂંટણી તારીખ ૨૨ જૂનના રોજ યોજાયા પછી તેની મતગણતરી આજે તારીખ ૨૫ ના રોજ મતગણતરી યોજાઈ હતી.
ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થતાં કહી khudi કહી ગમ ના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે સમગ્ર મત ગણતરી સમયે કોઈ પણ અનીછનીય બનાવ બનવા ન પામતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો..




