BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વેલેન્ટાઈન ડેએ ભરૂચની શાળામાં અનોખી પહેલ:સ્ટેશન રોડ મિશ્ર શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ માતા-પિતાને કર્યા વંદન

સમીર પટેલ, ભરૂચ
ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં યોગ વેદાંત સમિતિના આયોજન હેઠળ વેલેન્ટાઈન ડેને બદલે માતૃ-પિતૃ પૂજન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે બાળકોમાં સનાતન સંસ્કૃતિનું સિંચન કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાનું પૂજન-અર્ચન કર્યું, જ્યાં લાગણીસભર દૃશ્યો સર્જાયા. ખાસ કરીને, જે બાળકોના માતા-પિતા હયાત નથી, તેમણે તેમના શિક્ષકોનું પૂજન કરી કાર્યક્રમમાં ભાગ લીધો. પૂજન દરમિયાન બાળકો અને વાલીઓ વચ્ચે એવી લાગણીસભર ક્ષણો સર્જાઈ કે બંને પક્ષે આંખો ભીની થઈ ગઈ હતી.
આ વિશેષ કાર્યક્રમમાં શાળાના આચાર્ય માયા જાદવ, યોગ વેદાંત સમિતિના સભ્યો તેમજ સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ પહેલ દ્વારા બાળકોમાં માતા-પિતા પ્રત્યેનો આદર અને સનાતન મૂલ્યોનું જતન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતી.

Back to top button
error: Content is protected !!