તા. ૨૫. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા ભવ્ય બ્રેસ્ટ કેન્સર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સમગ્ર વિશ્વમાં વધતા જતા સ્તન કેંસર ના કેસો ને ધ્યાને રાખી દાહોદ ઝાયડસ હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો આ કેન્સર 45 થી 65 વર્ષ ની મહિલાઓમાં વધુ પડતો જોવા મળે છે સ્ત્રીઓએ સમય સમય જો સ્તનમાં ગાંઠ થઈ હોય કે બગલમાં ગાંઠ થઈ હોય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ અને મેમોગ્રાફી અથવા સોનોગ્રાફી કરાવી કરાવી જોઈએ જેથી તમે તેને નિવારી શકો અને ct scan અને mri કરાવવી જેથી જો સ્તન કેન્સર હોય તો તે કેટલું પ્રસરી ગયું છે તે જાણી શકાય . સ્ત્રીઓ પોતે પણ જાતે તેમને ગાંઠ છે કે કેમ તે જાતે પણ ચેક કરી શકે છે. સમયાંતરે આની તપાસ કરાવી અને સારવાર કરાવી જોઈએ જેથી આપડે સ્વસ્થ રહીએ . સ્ત્રીઓ એ અમામલે કોઈ પણ જાતની સ્ટ્રેસ અને શરમ અનુભવ કર્યાં વગર સ્ક્રીનીંગ કરાવી લેવું જોઈએ.આ તમામ માહિતી વિવિધ અનુભવી ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી who દ્વારા આ વખતે 2.5 મિલિયન મૃત્યુ નોંધાતા આ બીમારીનું જલ્દી નિદાન થાય તેવું સૂત્ર આપ્યું છે જેથી આ મૃત્યુ દર નો આંક આવનારા સમયમાં નીચો આવે અનેજીવ બચે.
આ કાર્યક્રમમાં ઝાયડસ ના CEO સંજય કુમાર,મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શૈલેષ રાઠોડ, DMS સુનિતા સંજકુમર, સિનિયર મેનેજર પ્રકાશ પટેલ, ડો.દીના શાહ ,અન્ય સિનિયર ડોક્ટર્સ , પેશન્ટ તથા તેઓના પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા