Valsad: શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વે વલસાડ જિલ્લા ભાજપ ના ૪૦૦ કાર્યકરો સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ: આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષની ભવ્ય ઉજવણીના પ્રતીક સમાન ‘શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ છવાયો છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ ઐતિહાસિક પર્વના ભાગરૂપે વલસાડ જિલ્લાના ૪૦૦ જેટલા કાર્યકરો ભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ઉત્સાહભેર રવાના થયા હતા,
વલસાડ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદ સાથે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, ‘શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના દક્ષિણ ઝોન ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, પૂર્વ પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા,
“આ પર્વ એ આપણા સાંસ્કૃતિક વારસાના ગૌરવનું પ્રતીક છે. સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા જઈ રહેલા ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.







