AHAVADANGGUJARAT

વલસાડ-ડાંગનાં સાંસદ ધવલ પટેલની ગુજરાત ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે વરણી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે પ્રદેશના નવા સહ-પ્રવક્તાઓ અને મીડિયા સહ-ઈન્ચાર્જના નામો જાહેર કરાયા છે. આ યાદીમાં વલસાડ ડાંગના સાંસદ  ધવલભાઈ પટેલને પ્રદેશ સહ-પ્રવક્તા જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.આ નિમણૂંક બાદ સાંસદ ધવલ પટેલે પક્ષના નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, “મારા પર વિશ્વાસ મૂકી આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,પક્ષ દ્વારા સોંપાયેલ આ જવાબદારીને તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે નિભાવશે.સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોને મીડિયાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.ભાજપની વિચારધારા અને “સર્વે જનઃ સુખિનોઃ ભવંતુ” ના સંકલ્પ સાથે તેઓ જનસેવા અને રાષ્ટ્રસેવામાં સમર્પિત રહેશે.જાહેર કરાયેલી યાદી મુજબ, ધવલ પટેલ ઉપરાંત અન્ય 6 મહાનુભાવોને સહ-પ્રવક્તા તરીકે જવાબદારી સોંપાઈ છે. આ ફેરફારથી આગામી સમયમાં મીડિયા અને સંગઠન સ્તરે ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવું મનાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!