GUJARATKHERGAMNAVSARI

વલસાડઃ કિલ્લા પારનેરા વિસ્તારની શાળાઓમાં ગ્લુકોઝ બિસ્કીટ્સનું વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

માઁ અંબિકા ચંડિકા કાલિકા સ્થાનક, કિલ્લા પારનેરા (વલસાડ) ના વતની તથા શ્રી એમ.એલ. ગાંધી સંચાલિત સર પી.ટી. સાયન્સ કોલેજ, વલસાડના રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યાપક તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગતિવિધિ કાર્યકર્તા ડૉ. પ્રો. (ડૉ.) મનોજ ગોંગીવાલા દ્વારા આજ રોજ સમાજ સેવાના અનોખા ઉપક્રમે કિલ્લા પારનેરા વિસ્તારની વિવિધ શાળાઓ — પ્રાથમિક-માધ્યમિક ઘાસવાલા શાળા, આંગણવાડી ડુંગરવાડી, દિવેદ નાયકીવાડ અને નાની ચણવઈની શાળાઓમાં પ્રવચન બાદ ગ્લુકોઝ બિસ્કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું ભીડ ભંજન સંસ્થાના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન બાળકોને સ્વચ્છતા, આરોગ્ય અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપતા ડૉ. ગોંગીવાલાએ કહ્યું કે બાળકોમાં પૌષ્ટિકતા અને સંસ્કારનું સંવર્ધન જ સાચી રાષ્ટ્રસેવા છે।ચૈત્રી નવરાત્રી–૨૦૨૩ થી અવિરત રીતે કાર્યરત ડૉ. મનોજ ગોંગીવાલાએ અત્યાર સુધીમાં અડધો કરોડથી વધુ બિસ્કીટ પેકેટ્સ, ગણવેશ, જેકેટ્સ, વસ્ત્રો તેમજ છોડનું વિતરણ કરીને રાજ્ય તથા રાજ્ય બહાર અઢી હજારથી વધુ કાર્યક્રમો પોતાના સ્વખર્ચે પૂર્ણ કર્યા છે।

Back to top button
error: Content is protected !!