સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યું. ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યોગ વિશે માહિતી આપવામાં આવી હતી. યોગ શબ્દનો અર્થ થાય છે અને બંને મહત્વ પૂર્ણ છે. પહેલો જોડ અને બીજો સમાધિ. યોગ એ સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે, યોગ એ જીવન જીવવાની કળા , યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે અને યોગના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાના આ. શિ. અશ્વિનભાઈ સંગાડા દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ કરાવીને દરરોજ સવારે ઊઠીને યોગ કરવા જોઈએ અને શરીર સ્વસ્થ રાખવા પર ભાર મૂક્યો હતો. આમ યોગ દિવસમાં શાળા પરિવાર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.