તા.૧૦/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક શહેર પોલીસ કમિશનરશ્રીના બ્રિજેશ કુમાર ઝાના અધ્યક્ષસ્થાને ૧૦ જૂન સાંજે ૧૨ કલાકે યોજાનાર છે.
રાજકોટ કચેરી ખાતેના કોન્ફરન્સ રૂમમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમના વિભાગ દ્વારા માર્ગ સલામતી અંગે કરેલી કાર્યવાહીનું પ્રેઝેન્ટેશન કરશે. આ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમના વિભાગના પ્રેઝેન્ટેશન સાથે તેમજ ગત મિટિંગની કાર્યવાહીના અહેવાલ સાથે ઉપસ્થિત રહેવા નાયબ પોલીસ કમિશનરશ્રી-ટ્રાફિક પૂજા યાદવની યાદીમાં જણાવાયું છે. નોંધનીય છે કે, આ બેઠકમાં શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો, માર્ગ સલામતીને લગતા પ્રશ્નો સહિતની બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.