આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા શનિ શિંગણાપુર ખાતે ૧૦૮ કુંડી શ્રી શનૈશ્વર મહાયજ્ઞ યોજાયો
પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા શનિ શિંગણાપુર ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં શ્રી શનેશ્વર જયંતિના વિશેષ સિદ્ધ યોગના પવિત્ર અવસરે અને શુભ દિવસે ૧૦૮ કુંડી શ્રી શનૈશ્વર મહાયજ્ઞ યોજાયો હતો. જેનું ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં સમાપન થયું હતું. યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી રામ શાસ્ત્રી મૂલે અને અન્ય દસ બ્રહ્મવૃંદએ સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ-આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞ સંકલ્પ, દેહશુદ્ધિ, પ્રાયશ્ચિત્ત, હેમાદ્રી, પુણ્યવચન, ગણેશ પૂજા સહિત તમામ પૂજન કર્યા હતા. આ શુભ અવસરે મહંત શંકરાનંદ સરસ્વતી, મહંત ગિરિજાનંદ સરસ્વતી, શ્રી રામાનંદ સરસ્વતી, શ્રી શનેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી ગોવિંદ મહારાજ, ટ્રસ્ટના કાર્યાલય અધિક્ષક લક્ષ્મણરાવ વાઘ, ગણેશ બનકર, શ્રી. ગણેશ ગડાખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
યજ્ઞભૂમિમાં પ્રવેશ પહેલાં ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના શુભ હસ્તે શ્રી શનિશિંગણાપુર તીર્થની પૂજા કરવામાં આવી હતી અને તીર્થમાં યજ્ઞ કરવાની પરવાનગી મેળવી યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. યજ્ઞ શરૂ કરવા પહેલાં ધર્માચાર્ય પરભુદાદાદા અને રમાબાએ તમામ આચાર્યો અને બ્રહ્મવૃંદનું સ્વાગત કરી તેમને યજ્ઞ સંપન્ન કરવા માટે આમંત્રણ આપ્યું. તમામ યજ્ઞ આચાર્યોને દાન-દક્ષિણા આપી સન્માનિત કરાયા હતા.
આ અવસરે ધર્માચાર્ય પૂ. પરભુદાદાએ શનિદેવની કૃપા સૌની ઉપર બની રહે સૌને રક્ષા કરે તેવા શુભાશિષ પાઠવતાં જણાવ્યું હતું કે, આપણે જે પ્રમાણે કર્મ કરીએ તે પ્રમાણે ભગવાન આપણને ફળ આપે છે. શનિ શિંગણાપુર તિર્થ ભૂમિ છે, જેથી અહીં કરેલા કર્મનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. તીર્થસ્થાનોનું મૂળ મહત્વ અને સત્વ જળવાઈ રહે, અધર્મીઓના કારણે આવતી અશુદ્ધિ દૂર થાય, તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. સૂર્યના પુત્ર ભગવાન શનિની કૃપાથી આપણા સૌની ભગવાન શનિમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા છે, પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિઓ છતાં સમગ્ર યજ્ઞ પૂજા હવન સહિત સ્પષ્ટ મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ છે. બીજાના કલ્યાણ માટે કરેલું સત્કર્મ જ સાચું છે, શિવપરિવાર કલ્યાણકારી પરિવાર છે. જે કોઇપણ આશા-અપેક્ષા વગર સત્કર્મો કરે છે. અહીંના યજ્ઞાચાર્યએ નિખાલસ-નિર્દોષ, શ્રધ્ધાવાન, ભાગ્યવાન અને જ્ઞાનવાન છે. તેમણે સૌને શનિ શિંગણાપુરની વીંટી આપી છે, જે સૌને પહેરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે મહંત શંકરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે બાર વર્ષ પહેલા અખિલ ભારતીય અખાડા પરિષદના તત્કાલીન પ્રમુખ મહંત સ્વામી શ્રી સાગરાનંદ સરસ્વતીએ સ્વામીજીને “ધર્મચાર્ય” ની પદવી આપી હતી અને તેમને “સ્વામી શ્રી યજ્ઞાનંદજી મહારાજ” નામથી સન્માનિત કર્યા હતા. તેમણે પૂ. પરભુદાદાના માર્ગદર્શન હેઠળ ભારતભરના મુખ્ય તીર્થસ્થળો પર યજ્ઞનું ઉમદા કાર્ય ચાલુ રાખવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
મહંત ગિરજાનંદ સરસ્વતીએ તેમના સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યોની સાથે સનાતન ધર્મનો ઉલ્લેખ કરીને તેમના શબ્દોમાં સ્વામીજીની પ્રશંસા કરી હતી.
અવસરે ભુદેવ કશ્યપભાઈ જાની અને અનિલભાઇ જોષીએ શનિ જયંતિ અવસારે થયેલા યજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું.
પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાતના પ્રમુખ બીપીનભાઈ પરમાર તેમજ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે. ખાંદવેએ યજ્ઞમાં ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.
મહારાષ્ટ્ર શિવ પરિવારના પ્રમુખ શ્રી. આર.કે.ખાંદવેએ ઉપસ્થિત યજમાન, બ્રહ્મવૃંદ, સ્થાનિક યજમાનો, સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ અને સદગુરુ સ્વામીજી સાથે પરિસ્થિતિ અનુસાર સંકલન કર્યું હતું, જેના થકી યજ્ઞકાર્ય સારી રીતે સંપન્ન થયું હતું. તેમની સાથે યજ્ઞ સમિતિના વડા શ્રી. સંતોષ તમખાણે નાયબ વડા યોગેશ ખાંદવે, પાંડુરંગ માતરે, સંતોષ ખૈરે, કેશવ સૂર્યવંશી, રમેશ દિઘે, પ્રવીણ પડોલ, દીપક દિઘે, બાળુ ગાડગે સહિત યજ્ઞ સમિતિના સેવકોએ યજ્ઞનું ઉત્તમ આયોજન કર્યું હતું.
યજ્ઞ કાર્ય પૂર્ણ થયા બાદ શિવ પરિવારના યુવા સેવકો દ્વારા મંગેશ શિંદેના નેતૃત્વમાં પરમ પવિત્ર સ્વામીજી, સાધન જાધવ, સ્વપ્નિલ ચંદ્રાત્રે અને મંગેશ શિંદે દ્વારા શનિદેવની આરતી કરવામાં આવી હતી. ત્યાબાદ યજ્ઞકુંડ પરના તમામ સેવકો અને મહેમાનોએ સંગીત વગાડીને શોભાયાત્રા કાઢી હતી. શિવપરિવારના કાંતિભાઇ દમણિયાએ શનિદેવ મંદિરને ઘંટ, બિપીનભાઇ પરમારે ગદા, અજયભાઇ પટેલે આરતી ઘંટડી, અન્ય શિવભક્તોએ શાલ, ૧૦૦૮ શાલીગ્રામની માળા વગેરે ચીજવસ્તુઓ અર્પણ કરી શનિદેવના દર્શન કરી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ અવસરે પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર, ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, વિનોદભાઇ પટેલ (મામા), શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ, કૃપાશંકર યાદવ, અજયભાઇ પટેલ, ઠાકોરભાઇ પટેલ, ઝીકુભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ, વિપુલભાઇ પાંચાલ, ભરતભાઇ દેસાઇ, કાંતિભાઈ દમણિયા સહિત ગુજરાત-મહારાષ્ટ્ર શિવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.