AHAVADANGGUJARAT

ડાંગ:સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં ફાયર ગાડીનાં ડ્રાઇવરે લાલચમાં આવીને 9815 રૂપિયા ગુમાવ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજનાં સમયમાં ડિજિટલ યુગ ઝડપી વિકસી રહ્યો છે. જેના વર્તમાન સમયમાં ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે. રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટિફાઇડ એરીયાની કચેરીમાં ફાયર ગાડીનાં ડ્રાઇવરે ઓનલાઈન ઈનામી ડ્રો ની જાહેરાત જોઈ, લાલચમાં આવી 9815 રૂપિયા ગુમાવ્યા અને સાયબર ફ્રોડનો શિકાર બન્યો.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગુંદીયા ગામે રહેતો કાલિદાસભાઈ કિશનભાઇ બંગાળ (ઉંમર 54) સાપુતારા ખાતે આવેલી નોટિફાઇડ એરિયાની કચેરીમાં ફાયર ગાડી ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.અને પોતાનું અને પોતાના પરિવારનું જીવન નિર્વાહન કરે છે. જેઓએ તા.25/10/2024 શુક્રવારના રોજે સાંજના અંદાજે 4 વાગ્યા ફેસબુક પર વીડિયો જોતા ઇનામી ડ્રો નો વિડીયો જોયો હતો. જેમાં શરી દેવ નારાયણ ગૌશાળા સેવા સમિતિ અને ઉપહાર યોજના ( રોપા તા.જહાજપુર જી.શાહપુરા,ભીલવાડા રાજસ્થાન) નામનું પોસ્ટર ઇનામી ડ્રોવાળુ હતુ.જેથી ફાયર ગાડીનાં ડ્રાઇવરે વધારેની માહિતી કોલ કરીને મેળવી પછી લાલચમાં આવીને ઈનામી ડ્રો ના પાંચ કુપન ખરીદ્યા હતા.જે પછી લોભ લાલચમાં આવી  ટુકડે ટુકડે કરીને કુલ 9,815 રૂપિયા ઓનલાઈન ગુગલ પે ના માધ્યમથી ચૂકવેલા હતા.જ્યારે ફાયર ગાડીનાં ડ્રાઇવર પાસેથી હજી વધારે 7000 ની માંગણી કરતા ફાયર ડ્રાઈવરે સતર્કતા દાખવી હતી. અને તેમણે પોતાને લાગ્યું કે મારા જોડે ફ્રોડ થઈ રહ્યો છે.જેથી સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી, પોતાના જોડે બનેલ ઘટનાની સમગ્ર માહિતી જણાવી હતી. અને તારીખ 18/03/2025ના રોજ સાપુતારા પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલે બી.એન.એસ.ની કલમ 318 (4), 351 (4), ધી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને 2008 ની કલમ 66 (D) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!