માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૮ નવેમ્બર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ચેતના હોટેલની બાજુમાં ટાવર પાસે રહેતા ૨૪ વર્ષીય શુભમભાઈ મનિષભાઈ પટેલ તા.૦૩-૧૧-૨૪ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યા ના સુમારે પોતાના ઘરેથી સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં. GJ-15-DN-4769 લઈને ઘરેથી ‘હું આજે જમવાનો નથી. બહાર જમી લઈશ’ એમ જણાવી નીકળ્યા હતા. પરંતુ સાંજ સુધી ઘરે આવ્યા નહોતા અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેઓની ધરમપુર વિસ્તારમાં તેમજ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરતા મળી આવ્યા ન હતા અને તેઓ આજદિન સુધી ઘરે પરત પણ ફર્યા નથી. ગુમ થનાર શુભમ ઘઉંવર્ણ, મજબૂત બાંધો અને આશરે ૫ ફૂટ ૬ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે રાખોડી કલરનું ચોકડીવાળું શર્ટ, કાળા કલરનું પેન્ટ અને સેન્ડલ પહેરેલા હતા. તેમના ડાબા હથમાં ‘માં’ લખેલું ટેટુ છે. તેઓ ગુજરાતી. હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષા જાણે છે. જો કોઈને આ યુવકની ભાળ મળે તો ધરમપુર પોલીસ સ્ટેશન ટેફો. નં.-૦૨૬૩૩-૨૪૨૦૩૩, મો.નં.-૯૯૧૩૨૧૯૪૧૫, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.