MORBI:મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસ(ગાદલા)નું વિતરણ

MORBI:મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસ(ગાદલા)નું વિતરણ
આપ સૌ માટે ખૂબ જ આનંદનો પ્રસંગ છે. પાટીદાર ગ્રુપ હંમેશા સેવા અને સહકારના કાર્યો કરતું રહે છે.
પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના અલ્પાબેન કાસુન્દ્રા mના પતિશ્રી અમિતભાઈના જન્મદિવસના શુભ અવસર પર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસ(ગાદલા)નું વિતરણ કરવામાં આવ્યું છે.
આ જન્મદિવસને કેક કાપીને ઉજવવાની જગ્યાએ, બીજાના જીવનમાં સુખ અને આરામ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
બાલાશ્રમના બાળકો માટે આ મેટ્રેસો(ગાદલાઓ) માત્ર આરામ જ નહીં, પરંતુ તેમના જીવનમાં પ્રેમ અને સ્નેહનો અહેસાસ છે. કારણ કે જ્યારે કોઈ પોતાના ખાસ દિવસે બીજાના સુખ માટે વિચારે છે, ત્યારે એ કાર્ય ખરેખર પૂજ્ય અને પ્રેરણાદાયી બને છે.
આ સેવા કાર્યમાં સહભાગી બનેલી તમામ પાટીદાર બહેનોનો પાટીદાર વુમન્સ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
ચાલો, આપણે સૌ નક્કી કરીએ કે જન્મદિવસ, પ્રસંગો કે તહેવારો – દરેક અવસરને માત્ર પોતાનો નહીં, પરંતુ સમગ્ર સમાજનો ઉત્સવ બનાવીએ. એ જ આપણાં ગ્રુપની સાચી ઓળખ છે.






