KAPRADAVALSAD

કપરાડાના ખડકવાળ ખાતે રક્તદાન કેમ્પમાં ૩૭ યુનિટ રક્તદાન એક્ત્ર થયું

વલસાડ તા. ૧૭ જુલાઈ

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ખડકવાળ ગામે આવેલી ખડકવાળ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઈડ, રેઈન્બો વોરિયર્સ ધરમપુર  તથા પ્રાથમિક શાળા ખડકવાડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં ૩૭ યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે રક્તદાતાઓને આંબા કલમની ભેટ આપવામાં આવી હતી.

કાર્યક્રમનું ઉદઘાટન રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ વિરાજ શાહના હસ્તે કરવામાં આવ્યું. રેઈન્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ બી.આર.સી કો. ઓર્ડીનેટર સંજયભાઈનું વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીયા, કપરાડા બીઆરસી સંજયભાઈ, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ વિરાજભાઈ શાહ, ટ્રસ્ટી પરાગભાઈ, સેક્રેટરી વિરલ દેસાઈ, બ્લડ ડોનેશન ચેરમેન ભાવિનભાઈ, રાહુલભાઈ માજી સરપંચ ખડકવાળ, મહેશભાઈ ગરાસિયા આરટીઓ કચેરી, વલસાડ, જયેશભાઈ પટેલ (ધરમપુર), જયેશભાઈ પાડવી (કાર્યાધ્યક્ષ જિલ્લા પ્રા.શિ.સંઘ વલસાડ), કિરણભાઈ ભરસટ (ખજાનચી કપરાડા .તા. પ્રા.શિ.સંઘ) અજિતસિંહ , હરેશભાઈ પટેલ, રામુભાઈ પટેલ (શૈક્ષિક સંઘ વલસાડનાં હોદ્દેદારો) જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરીના સ્થાપક) કાશીરામભાઈ  (આચાર્ય ખડકવાળ), દિલીપભાઈ (આચાર્ય મનાલા), ધીરુભાઈ શિક્ષક વાપી, જુગલભાઈ (સા.કાર્યકર) ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, દેવ્યાંગ ઠાકોર, સરોજબેન પટેલ, નિતા પટેલ વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી બ્લેંકેટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી છત્રી,  રોટરી ક્લબ ઓફ વાપી તરફથી છત્રી, થેલી તથા  શાળાની બાળાઓને ડ્રોઈંગ બુક ભેટ આપવામાં આવી હતી. રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્ય જયેશભાઈ ગાંવિત તરફથી આંબા કલમ ભેટ આપવામાં આવી હતી.  શાળા પરિવાર તરફથી તમામ રક્તદાતા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનાબેન પટેલ, પ્રગતિબેન ટંડેલ, કાશીરામભાઈ તથા ખડકવાળ પ્રાથમિક શાળા પરિવાર તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખડકવાળના સભ્યો તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન આચાર્ય કાશીરામભાઈ, શિક્ષિકા ભાવનાબેન પટેલ, પ્રગતિબેન ટંડેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો. ઓર્ડીનેટર તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!