GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના પીંગળી ગામના જ યુવાનો એ ખેતરમાંથી મગરનું રેસ્કુય કરી સલામત સ્થળે ખસેડાયું.

 

તારીખ ૧૮/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

છેલ્લા એક અઠવાડીયાથી કાલોલ તાલુકાના પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાક ખાડાઓ માં પાણી ભરાઈ રહ્યુ છે જેમા બે મગરો આવ્યા ની એક અઠવાડિયાથી લોકોમાં ચર્ચા ચાલી રહી હતી જે ખેતરોમાં કામ કરતા સ્થાનિક ખેડૂતો એ આજરોજ મગર જોવા મળતા જેની જાણ થતાં જ ગામમાં વાયુવેગે વાત પ્રસરી જતાં ગામમાંથી યુવામિત્રો સ્થળ પર દોડી ગયા હતા જ્યાં ખાડા વધુ પાણી ભરાયેલું હોય જનરેટર લાવી પાણી ખાલી કરી પીંગળી ગામના જાંબાજ નવ યુવાનો એ જીવ ના જોખમે મગર ને સહી સલામત રેસ્કયું કરી આબાદ બચાવ કર્યો હતો જેમાં દીપક રતનભાઈ,જશવંતભાઈ ચુનારા, અરવિંદ સોલંકી, દીપક વિક્રમભાઈ સોલંકી દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી આ તબક્કે સરપંચ દ્વારા સ્થાનિક તંત્ર નરેન્દ્રસિંહ સોલંકી તથા જાણ કરતાં સ્થળ પર તલાટી કમમંત્રી દોડી ગયા હતા અને જીવદયાપ્રેમી પ્રહલાદ પરમાર ટેલીફોનીક સંપર્ક કરી ને જાણ કરતા તેમની ટીમ ફ્રેન્ડ ઓફ એનિમલસ એન.જી.ઓ પીંગળી ખાતે પહોંચી મગર ને સહી સલામત ખસેડી લેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!