GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:બી.આર.સી.ભવન ટંકારા અને શાળા વિકાસ સંકુલ ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

 

TANKARA:બી.આર.સી.ભવન ટંકારા અને શાળા વિકાસ સંકુલ ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

 

 

જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી અને રાજકોટ આયોજિત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી અને જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી માર્ગદર્શિત તેમજ શાળા વિકાસ સંકુલ ટંકારા અને બી.આર.સી.ભવન ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન લાઈફ લિંક્સ વિદ્યાલય(પ્રેરણા શૈક્ષણિક સંકુલ) ખાતે 12-13-14 ડિસેમ્બરના રોજ યોજાઈ ગયું.

ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય આધારિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી પાંચ-પાંચ મળીને કુલ 25 કૃતિઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મોરબી જિલ્લાના છ શાળા વિકાસ સંકુલની પાંચ-પાંચ મળીને કુલ 30 કૃતિઓ માટેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

તારીખ 12 ડિસેમ્બરના રોજ આ પ્રદર્શનને ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નથુભાઈ કડીવારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તારીખ 13 અને 14 ડિસેમ્બરના રોજ પ્રદર્શન નિદર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જે દરમ્યાન આશરે 4000 વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નમ્રતામેડમે પ્રદર્શન દરમ્યાન હાજરી આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

તારીખ 14 ડિસેમ્બરના રોજ પ્રદર્શનનું સમાપન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નથુભાઈ કડીવારના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. તમામ ભાગ લેનાર બાળકોને સ્લોગન ગ્રુપ સરાયાના સૌજન્યથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ રામજીભાઈ જાકાસણીયા તરફથી ભાગ લેનાર શાળાને વિજ્ઞાન કીટ તેમજ તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રયોગની બુક આપવામાં આવી હતી. એસ.વી.એસ. અને બી.આર.સી.ભવન ટંકારા તરફથી તમામ ભાગ લેનાર બાળકોને સ્કૂલબેગ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

ઉદ્દઘાટન અને સમાપન કાર્યક્રમમાં રાજકોટ ડાયેટના પ્રાચાર્યશ્રી પ્રજ્ઞાબેન રાદડિયા, મોરબી ડાયેટના પ્રાચાર્યશ્રી વિજયભાઈ સુરેલીયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિનેશભાઇ હુંબલ, માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ સુરેશભાઈ સરસાવાડિયા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ભગવાનજીભાઈ કુંભરવાડિયા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી બાબુભાઇ હુંબલ, શૈક્ષીક સંઘના અધ્યક્ષશ્રી દિનેશભાઇ વડસોલા, ડે. ડી.પી.સી. પ્રવીણભાઈ ભોરણીયા, વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, ટંકારા કેળવણી નિરીક્ષક રસિકભાઈ ભાગીયા, તમામ બી.આર.સી., એસ.વી.એસ. કન્વીનર હાજર રહ્યા હતા.

સમગ્ર પ્રદર્શનનું સફળતા પૂર્વક આયોજન કરવા માટે ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિ. કલ્પેશભાઈ ફેફર, એસ.વી.એસ.કન્વીનર ભાવેશભાઈ જીવાણી, સહ કન્વીનર વિજયભાઈ ભાડજા, યોગેશભાઈ ઘેટિયા, પ્રેરણા શૈક્ષણિક સંકુલ પરિવાર તેમજ તમામ સી.આર.સી. કો-ઓર્ડિ. અને વ્યવસ્થાપક સમિતિના તમામ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!