VALSADVALSAD CITY / TALUKO

વલસાડના અતુલમાં સીનીયર સીટીઝન્સ માટે નવરાત્રિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતના હોલમાં ગામનાં વડીલો માટે એક પ્રોગ્રામનું આયોજન અતુલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. હરકિશનભાઈ પ્રજાપતિ કે જે કંપનીમાં અને વિવિધ આઈટીઆઈમાં ટ્રેનર તરીકે સેવા આપે છે અને ઘણા સીનીયર સીટીઝન્સનાં ગ્રુપ સાથે જોડાયેલા છે તેમણે હાજર રહેલા વડીલોને સરળ ભાષામાં નવરાત્રીની સમજ આપી હતી તેમજ રવિન્દ્રભાઈ આહીર કે જેઓ હાલ નિવૃત્ત છે અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે તેમણે આપણી ભારતીય સંસ્કૃતિ અને હવે પછીની પેઢીને વડીલો દ્વારા કેવા સંસ્કાર આપવા તે અંગે વક્તવ્ય આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!