VALSADVALSAD CITY / TALUKO
સ્વચ્છ ભારત મિશન હેઠળ વલસાડના ધમડાચીની સ્કૂલમાં શેરી નાટક યોજાયુ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી
વલસાડ તાલુકાના ધમડાચી ગામે પ્રજાપતિ સ્ટ્રીટમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા અને પીરૂ ફળીયા પ્રા. શાળામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની થીમ સાથે સી એસ આર પ્રવૃત્તિ હેઠળ અતુલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શેરી નાટક કાર્યક્રમમાં અતુલ ફાઉન્ડેશનના CSR મેનેજર અને તેમની ટીમ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી HRD કન્સલ્ટન્ટ અને તાલુકા પંચાયતનો SBM સ્ટાફ હાજર રહી ગ્રામજનો તેમજ શાળાના બાળકોને ઘન કચરા વ્યવસ્થાપનમાં સૂકો અને ભીનો કચરો છૂટો પાડવા જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તા. ૨૫ જાન્યુ.ના રોજ વલસાડ તાલુકાના હરીયા અને ભગોદ ગામમાં શેરી નાટક રજૂ કરવામાં આવશે.