વલસાડ: રાજયના ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*વિડીયો કોન્ફરન્સ બાદ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિનની ઉજવણી અંગે બેઠક મળી*
રાજયના ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ૧૧ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં મંત્રીશ્રીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી Yoga અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાત” થીમ અંતર્ગત યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે રાજયમાં વ્યાપક કક્ષાએ કાર્યક્રમો થકી ઉજવણી કરવા માટે બેઠકમાં વિવિધ જિલ્લાના કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નરોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.
for One Earth One Health
મંત્રીશ્રીએ આ વિડીયો કોન્ફરન્સમાં રાજયમાં ગ્રામ્યકક્ષાથી લઇને જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા સ્થળોએ જિલ્લા તથા તાલુકા કક્ષાની યોગ સમિતિઓની બેઠકનું આયોજન કરી તેમાં વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી, તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવાની થતી ઉજવણી સંબધિત આયોજન કરવા જણાવ્યું હતું.
વિડીયો કોન્ફરન્સ બાદ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આગામી તા. ૨૧ જૂનના રોજ થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ઉજવણીના આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારીની નિમણૂંક કરી હતી. વલસાડમાં યોગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સ્વામિનારાયણ મંદિરે થશે તેમ જણાવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાએ વલસાડમાં સાંઈબાબા મંદિર હોલ (ગ્રાઉન્ડ ફ્લોર), પારડીમાં સાંઈ દર્શન હોલ, દમણીઝાપા, પરિયા રોડ, ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા, કપરાડામાં આનંદ નિકેતન એકલવ્ય રેસીડેન્શીયલ સ્કૂલ, ઉમરગામમાં એમ.એમ. હાઈસ્કૂલ અને વાપીમાં પ્રાથમિક શાળા, જીઆઈડીસી અંબામાતા મંદિર પાસે સંભવિત ઉજવણી થશે. નગરપાલિકા કક્ષાએ વલસાડમાં મ્યુનિસીપલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને નગરપાલિકાના પાર્કિંગ પ્લોટમાં, ધરમપુરમાં મહારાણા પ્રતાપ મેરેજ હોલ, પારડીમાં ધીરૂભાઈ સત્સંગ હોલ, વાપીમાં રોફેલ કોલેજ અને ઉમરગામમાં બારીયા સમાજ હોલમાં પાલિકા કક્ષાની સંભવિત ઉજવણી થશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અશોક કલસરીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશી, જિલ્લા શિક્ષણાધિકારી ર્ડો.રાજેશ્રી ટંડેલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



