
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી
ધરમપુર તાલુકાના ખેડૂત બહેનોને આત્મા પ્રોજેકટના એટીએમ પ્રણોતીબેન દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે જિલ્લા અંદરની તાલીમ ઘટક હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખેતીની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તેમના મોડલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતી અંતર્ગત થયેલી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખેતી બાબતે ખૂબ જ સારી માહિતી મળતા તેઓએ આત્મા પ્રોજેક્ટનો આભાર માન્યો હતો.




