VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વલસાડના ૧૦૦ ખેડૂતોને રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવમાં રવાના કર્યા

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૫ ડિસેમ્બર

રાજ્ય સરકાર દ્વારા તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે જિલ્લાના દરેક તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જ્યારે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. જેથી વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વલસાડ જિલ્લાના પારડી અને વલસાડ તાલુકાના ૧૦૦ જેટલા ખેડૂતોને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વલસાડથી મોકલવામાં આવ્યા છે. જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!