માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી
વાપી એસ.ટી ડેપોમાં માર્ગ સુરક્ષા સપ્તાહનું આયોજન તેમજ ડ્રાઇવર ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આર.ટી.ઓ વિભાગના મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટર જે.એન.બામણીયા, મોટર વ્હીકલ આસિ. ઈન્સ્પેક્ટર કે.સી. પટેલ તેમજ વિભાગીય પરિવહન અધિકારી સ્નેહલ પટેલ, વાપી ડેપો મેનેજર માહલા અને વાપી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ વગેરેએ ઉપસ્થિત રહી ડ્રાઇવર કંડકટરને માર્ગ સુરક્ષા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ૨૮ વર્ષ સુધી સળંગ ફરજ બજાવતા ડ્રાઇવરો દ્વારા એક પણ અકસ્માત ન કરેલ હોય તેઓનું આર.ટી.ઓ અધિકારીઓ તેમજ વિભાગીય પરિવહન અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર સભાનું સંચાલન વાપી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.