VALSADVALSAD CITY / TALUKO

“નારી વંદન ઉત્સવ” અંતર્ગત વલસાડની દાંડી શાળામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતતા શિબિરનું “ડી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા” દાંડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ ઓગસ્ટ

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતતા શિબિરનું “ડી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા” દાંડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સખી વનસ્ટોપ સેન્ટર – સ્નેહાલી પટેલ – સેન્ટર કોર્ડીનેટર દ્વારા  અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર જાગૃતિ પટેલ -કાઉન્સિલર PBSC વલસાડ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. કમલેશભાઈ ગિરાસે, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી વલસાડ દ્વારા સ્ત્રીઓના રક્ષણ સામે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપવામા આવી હતી. શ્રીમતિ ડી.ડી.રાઠોડ, PI મહિલા પોલીસ સ્ટેશન વલસાડ દ્વ્રારા હાલના સમયમાં મહિલાઓ સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એના કારણે પ્રેમ પ્રકરણના વધુ ગુનાઓ બને છે જેની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જીવનમાં ઉપયોગી થાય એ માટે જણાવ્યું હતું. જિજ્ઞેશ પટેલ ,DHEW -ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર દ્વારા મહિલાઓને રોજગાર મળી રહે તે માટે “મહિલા સ્વાવલંબન યોજના” તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની વિવિધ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) તેમજ વિવિધ વિભાગની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં મહિલાઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો જેઓને યોજનાઓની માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!