VALSADVALSAD CITY / TALUKO

વલસાડ મેડિકલ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમ યોજાયો

વલસાડ મેડિકલ કોલેજમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમ યોજાયો

— આપણા બે હાથ પ્રાણરક્ષક છે, તે હાર્ટ એટેક જેવી આકસ્મિક સ્થિતિમાં વ્યકિતની અમૂલ્ય જીંદગી બચાવી શકે છેઃ નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ

— હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોનું જીવન કેવી રીતે બચાવી શકાય તેની વિસ્તૃત સમજ તબીબોએ ડેમોસ્ટ્રેશન વડે આપી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ એપ્રિલ

અચાનક આવતા હાર્ટ એટેક (હ્રદય રોગનો હુમલો) સમયે સી.પી.આર. (Cardiol- Pulmonary Resuscitation) થી અમૂલ્ય માનવ જીવનને બચાવવા માટે વલસાડની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટસની વલસાડ બ્રાંચ દ્વારા રવિવારે વલસાડની મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આકસ્મિક સંજોગોમાં પોતાના બે હાથ વડે કેવી રીતે લોકોના અમૂલ્ય જીવ બચાવી શકાય તે માટેની પ્રેકટીકલ અને થિયરીકલ તાલીમ મેળવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાકાળ બાદ હાર્ટ એટેકના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલા એવી માન્યતા હતી કે, વધુ ઉંમરવાળા અથવા તો વધુ વજન હોય તેઓને હાર્ટ એટેક આવે છે પરંતુ હવે તો જુવાન લોકોને અને તે પણ એકદમ ફીટ રહેતા લોકોને પણ ક્રિકેટ રમતા, જીમમાં કસરત કરતા, સ્વિમિંગ કરતા કે પછી બેસીને વાતચીત કરતા હોય ત્યારે અચાનક હાર્ટ એટેક આવી રહ્યા છે. આવા સમયે આપણને ખબર નથી હોતી કે, આપણા બે હાથ પ્રાણરક્ષક છે, તે વ્યકિતની જીંદગી બચાવી શકે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા લોકોમાં આ બાબતે જનજાગૃત્તિ આવે તે માટે પ્રદેશ સંગઠનના પ્રયાસ રૂપે રાજ્યભરની મેડિકલ કોલેજો અને જિલ્લાની મહત્વની હોસ્પિટલોમાં આજે ક્રોમ્પેશન ઓન્લી લાઈફ સપોર્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં આપણે આપણા બે હાથથી પમ્પિંગ કરીને કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકીએ છે. આજે હું અહી એક તાલીમાર્થી તરીકે આવ્યો છું. આ તાલીમનું આયોજન ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટસની મદદથી થયું તે આનંદની વાત છે. લોકો વધુમાં વધુ આ તાલીમનો લાભ લે અને લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે એવી અપીલ છે. કોરોનાકાળમાં ડોકટરો અને નર્સ સહિત તમામ લોકોએ માનવ જીવન બચાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું તે અભિનંદનને પાત્ર છે.

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારને દરેક માણસના જીવનની ચિંતા છે. અત્યારના સમયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે આ તાલીમ હાર્ટ એટેક અથવા તો ચક્કર આવીને બેભાન થઈ જવાના બનાવમાં મદદરૂપ બનશે. એમ્બ્યુલન્સ આવે અને દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકીએ ત્યાં સુધીનો સમય ખૂબ જ કટોકટીનો હોય છે. આ સમયે પ્રાથમિક સારવાર આપી કેવી રીતે જીવ બચાવી શકાય તે માટે આજની આ તાલીમ ખૂબ જ મહત્વની છે.

વલસાડ જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારાએ કહ્યું કે, ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે. જેનો મંત્ર જ સેવા હી સંગઠનનો છે. દરેકના આરોગ્યની સરકારને ચિંતા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી અને પ્રદેશ સંગઠનના અધ્યક્ષ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે સુરતથી આ ટ્રેનિંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ તાલીમમાં ભાગ લેનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સંગઠનના ડોક્ટર સેલને અભિનંદન આપુ છુ કે, તેમના થકી આ કાર્યક્રમનું સફળ આયોજન થયું છે. આ તાલીમ થકી આપણે લોકોના જીવ બચાવવામાં ઉપયોગી બની માનવધર્મ નિભાવી શકીશુ.

આ પ્રસંગે વિઘાનસભાના પૂર્વ દંડક અને પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલે કહ્યું કે, હાર્ટ એટેક સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર શું આપવી તે વિશે બહુધા લોકો જાણતા ન હોવાથી છેવટે દર્દી તરફડીને મોતને ભેટે છે. આ સમયે શું કરવુ તે માટેની આ સીપીઆર તાલીમ ખૂબ જ ઉપયોગી બનશે.

વલસાડ મેડિકલ કોલેજના એનેસ્થેસીયા ડિપાર્ટમેન્ટના હેડ (એચઓડી) ડો. હાર્દિક પટેલે સ્વાગત પ્રવચન કરી પ્રેઝન્ટેશન દ્વારા તાલીમનો હેતુ અને કેવી રીતે જીવ બચાવવો તે અંગે માહિતી આપી હતી. ત્યારબાદ મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોએ પૂતળા વડે ડેમોસ્ટ્રેશન આપી લોકોને પ્રેકટીકલ તાલીમ આપી હતી. જેમાં સૌ પ્રથમ કેવી રીતે બેસવુ, કેવી રીતે હાથ મુકવા, કેવી રીતે હાથ વડે પમ્પિંગ કરવુ અને કેટલી વાર પમ્પિંગ કરવુ સહિતની વિસ્તૃત સમજ આપી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી સર્વ કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રંજનબેન પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. કમલેશ શાહ, આઈએસએના વલસાડ શહેર બ્રાંચના પ્રમુખ ડો. સંદિપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં તબીબો અને સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મેડિકલ કોલેેજના ડો.મીત મોડીયાએ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!