VADODARAVADODARA CITY / TALUKO

પતિની ગેરહાજરીમાં પ્રેમીને ઘરે બોલાવ્યો અને ખેલાયો ખુની ખેલ

વડોદરાના કોયલી ગામે રહેતી પરીણીતાને પ્રેમી સાથે અંગત પળો મણવાનું ભારે પાડ્યું હતું, પતિની ગેરહાજરીમાં પ્રેમીને ઘરે બોલાવ્યો હતો, ત્યાર બાદ ખેલાયો હતો ખુની ખેલ, મળતા અહેવાલ પ્રમાણે સાવલી તાલુકાના દાજીપુરા ગામના વિનોદ હિમ્મત ગોહિલને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. મહિલાનો પતિ જ્યારે પણ બહાર જતો ત્યારે તેની ગેરહાજરીમાં અવાર નવાર વિનોદ પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવતો હતો. આમ મહિલાના પતિને પત્નીના ચારિત્ર પર શંકા ગઇ હતી કે તેની ગેરહાજરીમાં તેના ઘરે કોઇ તેની પત્નીને મળવા માટે આવે છે. જેના કારણે પતિએ તેના ભાઇ સાથે મળીને રાબેતા મુજબ પત્નીને બહાર જવાનું કહીને ગયા બાદ ભાઇ સાથે મળીને વોચગોઠવી હતી.

દરમિયાન પત્ની એકલી રહેતા પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. પ્રેમી વિનોદ જેવો ઘરમાં ઘૂસ્યો કે તુરંતુ પ્રેમિકાનો પતિ અને તેના ભાઇએ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પ્રેમી પર મહિલાનો પતિ અને તેનો ભાઈ તૂટી પડ્યા હતા. શખ્સને લાકડા દંડાના એ હદે ફટકા માર્યા હતા કે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદ ગોહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે લોકોનો ટોળા જામ્યા હતા.
મૃતકની પત્નીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમિકાના પતિ અજીત નરસિંહ ચૌહાણ તથા તેના ભાઇ નિમેશ નરસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા, અત્રે ઉલલેખનીય છે કે મૃતક વિનોદ ગોહિલ અને પરીણિતા પ્રેમિકાનું ગામ એક જ છે મૃતક વિનોદ હિમ્મત ગોહિલ વડોદરા જિલ્લા ના સાવલી તાલુકાના દાજીપુરા ગામમાં રહેતો હતો. જ્યારે તેની પ્રેમિકાનું પિયર પણ દાજીપુરા જ છે. જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેને લઇ ને પ્રેમી વિનોદ ગોહિલ પ્રેમિકાને મળવા સાસરીમાં આવતો હતો. અને બંને પ્રેમી પંખીડા પ્રેમ માં મગ્ન થઈ જતાં હતાં પોલીસે બને ભાઈઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!