BHUJGUJARATKUTCH

વાલદાસ નગર પ્રગતિ મંડળ દ્વારા પ્રથમ સ્નેહમિલન સાથે સરસ્વતિ સન્માન યોજાયું

૨૧-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

વાલદાસ નગર પ્રગતિ મંડળ દ્વારા પ્રથમ સ્નેહમિલન સાથે સરસ્વતિ સન્માન યોજાયું.

વિવિધ ક્ષેત્રના ૧૦૩ વ્યક્તિઓનું મોમેન્ટો આપી મહેમાનોના હસ્તે અભિવાદન કરાયુ

ભુજ કચ્છ :- વાલદાસ નગર પ્રગતિ મંડળ,યુંવક મંડળ અને મહિલા મંડળના સયુંકત ઉપક્રમે ડી.સી.જાડેજા ભવન, ભુજ ખાતે સૌ પ્રથમ વાર સરસ્વતિ સન્માન સાથે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું હતું. પ્રારંભે પ્રાર્થના અને મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રમુખ પ્રફુલસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા. કચ્છ – મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ – ૧૦, ૧૨, ડિપ્લોમા, કોલેજ, માસ્ટર ડિગ્રી વગેરેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ,સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થનાર, નિવૃત્ત ફૌજી, એવોર્ડી શ્રેષ્ઠ શિક્ષકો, ક્લાસ ૧- ૨ માં બઢતી મેળવેલ અધિકારી / કર્મચારીઓ, ડોકટરો ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ મળી કુલ ૧૦૩ વ્યક્તિઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભુજ નગર પાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાશક પક્ષના નેતા કમલ ગઢવી ,નગર સેવકો મનુભા જાડેજા, મનીષાબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, મુન્દ્રા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌને અભિનદન સાથે ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. નૂતન વર્ષના અભિનદન આપતા તેમણે નગરના વિકાસ માટે જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. આ તકે સન્માન કાર્યક્રમના શિલ્ડના દાતા વાઘુભા સોઢા અને મીનાબેન ભદ્રાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વાલદાસ નગરના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા પ્રમુખ પ્રફુલસિંહ જાડેજાનું પાઘડી અને તલવાર વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણ ભદ્રા, રમેશદાન ગઢવી જ્યારે આભારવિધિ હમીરજી ધલે કરી હતી. આયોજનને સફળ બનાવવા મુકેશ ભટ્ટ, રણજીતસિંહ ઝાલા, હરિસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિનેશ વાણિયા, અભીજીતસિંહ ચુડાસમા, રવિરાજસિંહ ચુડાસમા, મીનાબા ગોહિલ, ભરતસિંહ જાડેજા, મનજી લુહાર, હરદેવસિંહ જાડેજા, યુગ બારોટ, દીપક વાળંદ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!