વલસાડ જિલ્લાનાં વાપી ખાતે પતંજલિ યોગ પરિવાર દ્વારા આયોજિત નિઃશુલ્ક યોગ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ,તા.૩૧: વલસાડ જિલ્લાનાં વાપી ખાતે પતંજલિ યોગ પરિવાર દ્વારા એક મહિના સુધી નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ઉત્સુક સાધકો મિત્રોનો ભારે પ્રતિસાદ મળ્યું હતું..
પ્રાપ્ત માહિતી મુજબ પરમપૂજ્ય સંતશ્રી બાબા રામદેવ મહારાજ ની દીર્ઘદૃષ્ટિ અને પ્રેરણાથી પતંજલી યોગ પરીવાર વાપી દ્વારા મેદસ્વિતા અને ડાયાબીટીસ મુક્ત ભારત ના ઉદ્દેશ્યથી તારીખ ૧ મેં થી ૩૧ મેં ૨૦૨૫ સુઘી રોજ સવારે ૦૬ થી ૭:૩૦ વાગ્યા સુઘી નિ:શુલ્ક યોગ વર્ગ શિબિરનું આયોજન વાપી ખાતે આવેલ ડૉ.એપીજે અબ્દુલ કલામ હોલ ખાતે રાખવામાં આવ્યું હતુ.આજે ૩૧ મી. મેં એક મહિનો પૂર્ણ થતાં પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં આસન,પ્રાણાયામ, કસરત સાથે એકયુપ્રેસર થી રોઞો નો ઉપચાર વિષય ઉપર પતંજલી યોગ સમિતિના જીલ્લા અઘ્યક્ષ બિપીનભાઈ ભલાણી દ્વારા યોગથી થતાં ફાયદા અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.જ્યારે પતંજલિ યોગ શિક્ષક ગોપાલભાઈ મેહતા એ કાર્યક્રમને સફળ બનાવના ભારે જહેમત ઉઠાવી હતી.યોગ <span;>શિબિરની પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં લકુલેશ યુનિવર્સિટીના યોઞ શિક્ષક દક્ષેશભાઈ પટેલે યોઞ નિદર્શન કરી યોગ સાઘકોના દિલ જીતિ લીઘા હતા. આ એક મહિના સુધી ચાલેલ યોગ શિબિરમાં યોગ ઉત્સક ભાઇઓ અને બહેનો બહોળી માત્રા જોડાયા હતા. સાધકો મિત્રોના આરોગ્યમાં ખુબજ ફાયદો થતાં સાધકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.જ્યારે પતંજલિ યોગ પરિવારની આ આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરીને લોકોએ વખાણી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ભારત સ્વાભિમાન ટ્રસ્ટ જીલ્લા અઘ્યક્ષ કમલેશભાઈ પત્રેકરે કર્યુ હતુ.




