વલસાડ જિલ્લાના પારડીના ડુંગરી ગામમાં રાત્રિ યોગ સંવાદ બેઠક મળી, યોગથી સ્વાસ્થ્યને થનારા લાભ અંગે સમજ અપાઈ
MADAN VAISHNAVApril 23, 2025Last Updated: April 23, 2025
1 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ વલસાડ, તા. ૨૩ એપ્રિલ,રાજ્ય સરકારના ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી બેરવાડ ફળિયા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડના યોગ કોચ મનિષા ઠાકોર દ્વારા રાત્રિ યોગ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ઝોનના ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ હાજર રહી યોગથી થતા ફાયદા, અષ્ટાંગ યોગ, આહાર અને મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે થનારી શિબિર અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા કો- ઓર્ડિનેટર ર્પ્રીતિબેન વૈષ્ણવએ પણ વિશ્વ યોગા દિવસ અંતર્ગત તા. ૨૫ મી એપ્રિલે યોજાનાર શિબિરમાં મોટી સંખ્યામાં હાજર રહેવા સૌને આહવાન કર્યુ હતું. યોગ કોચ મનીષા ઠાકોર દ્વારા આવનારા દિવસોમાં થનાર સમર કેમ્પ અંગે માર્ગદર્શન આપી બાળકોને કેમ્પમાં મોકલવા જણાવ્યું હતું. આ સંવાદ બેઠકમાં પારડી તાલુકાના યોગ ટ્રેનર અલ્પા દેસાઈ, અલ્પા પારેખ, માધવી પરમાર, પ્રજ્ઞા ફટીંગ અને ગામના લોકો મોટી સંખ્યામાં આ યોગ સંવાદમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડેપ્યુટી સરપંચ તથા યોગ સાધક સંદીપભાઈ અને હરીશભાઈ પટેલે સહયોગ આપ્યો હતો
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVApril 23, 2025Last Updated: April 23, 2025