VALSADVALSAD CITY / TALUKO
વલસાડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૦૯ માર્ચે તીથલ સ્વામિનારાયણ મંદિર ખાતે સાડી મેરાથોન યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા તા.૦૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારીશક્તિને વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં જિલ્લા યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, આત્મવિશ્વાસ વધારવા, સશક્ત બનાવવા, મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્વ સમાજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયી બનાવવાના હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર, તીથલ ખાતે તા. ૦૯-૦૩-૨૦૨૫ના રોજ સવારે ૬-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી સાડી મેરાથોનનું આયોજન કરવામાં આવશે.


