BHARUCHGUJARAT

જંબુસરની હોસ્પિટલમાંથી એસી-લેપટોપની ચોરી:બે આરોપીઓ ઝડપાયા, 1.71 લાખનો મુદ્દામાલ કબજે; એક આરોપી એસી રિપેરિંગનો વેપારી નીકળ્યો

સમીર પટેલ, ભરૂચ

જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આરટીપીસીઆર લેબોરેટરીમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે મુબારક ઈસ્માઈલ રહીમ મલેક અને અનસ યુનુશ યાકુબ પટેલ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી છ એસી (ઇન્ડોર-આઉટડોર) અને એક લેપટોપ મળી કુલ રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ડૉ. અલીખાન લોહાનીની ફરિયાદ બાદ PI એ.વી.પાણમીયા અને PSI કે.બી. રાઠવાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે એક મહિના પહેલા આરોપીઓએ હોસ્પિટલની અવરજવર દરમિયાન લેબોરેટરીમાંથી વોલ્ટાસ કંપનીના છ એસી અને લીનોવો લેપટોપની ચોરી કરી હતી.
મુબારક મલેક એસી રિપેરિંગ અને જूના એસી ખરીદ-વેચાણનો વેપાર કરે છે. તેણે ચોરીના ચાર એસી પોતાની અમનપાર્ક સ્થિત દુકાનમાં રાખ્યા હતા. જ્યારે અનસ પટેલે લેપટોપ પોતાના ઘરના માળિયામાં અને બાકીના બે એસી હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાં આવેલી ખંડેર ઇમારતમાં સંતાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!