વિજાપુર રણાસણ હાઇસ્કુલમાં કલા મહાકુંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની રણાસણ ગામે આવેલ પટેલ આર કે હાઇસ્કુલ ખાતે કલા મહાકુંભ નો કાર્યક્રમ યોજાયો હતો.રણાસણ ગ્રામ વિકાસ કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલ મંત્રી કાંતી ભાઈ કારોબારી સભ્ય કાળાભાઈ ના હસ્તે કલા મહાકુંભ ડિસેમ્બર 2024 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 વર્ષની કેટેગરીમાં આવતા તાલુકા ની શાળાઓ માંથી આવતા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે શાળામાં વક્તુત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા,લોકગીત, ભજન, શુભમ સંગીત, ભરતનાટ્યમ, સમૂહગીત, ગરબા જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવા મા આવી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભાગ લેનારા સ્પર્ધકો ને શાળા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવા મા આવ્યુ હતુ.આ કાર્યક્રમનું આયોજન વિજાપુર તાલુકા કલા મંડળના મંત્રી પંકજકુમાર જોઇતાભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ