VALSADVAPI

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા ખાતે અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથ યાત્રા નીકળી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના વાપીમાં અષાઢી બીજના પર્વે શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાની નગરચર્યા માટે ભક્તોની વિશાળ જનમેદની સાથે ૧૪” મી વર્ષની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દ્રારા આયોજિત અષાઢી બીજ ના પાવન પર્વે ભગવાન શ્રી જગન્નાથજી ભવ્ય રથયાત્રા વાપી ના ડુંગરા ખાતેથી નીકળી હતી, આ રથયાત્રા માં ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી તેમજ ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી મહાનગરપાલિકા ના ડે. કમિશનર અશ્વિની પાઠક,વાપી સીટી મામલતદાર શ્રીમતિ કલ્પનાબેન પટેલ, વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, વાપી નોટીફાઈ ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ ભટ્ટ, વાપી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી પારૂલબેન દેસાઈ, હર્ષદભાઈ શાહ,રામદાસ ભાઈ વરઠા, સહિત સંગઠનના હોદ્દેદારો સામાજિક આગેવાનો, વહીવટી તંત્ર ના અધિકારીઓ,  સંસ્થાના અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!