GUJARATKUTCHMUNDRA

અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરના તેજસ્વી તારલાઓએ ફરી રચ્યો ઈતિહાસ.

AVMB વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરે છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-21 મે : ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિરે બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામો થકીફરી એકવાર શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માંશાળાએ ધોરણ 10 SSC બોર્ડ પરીક્ષામાં સીમાચિહ્નરૂપ100% પરિણામ સાથે સિદ્ધિની પરંપરાને યથાવત્ રાખી છે.એટલું જ નહીં, આ વર્ષેપ્રથમ વખત2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીનવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વળી એકંદર સરેરાશ ટકાવારી પણ ગત વર્ષ કરતાં વધીને 75.41% થઈ છે.

આ સિદ્ધિ એક શૈક્ષણિક જ નહીંપરંતુસકારાત્મક સામાજીક બદલાવ માટે અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર(AVMB)ની અતૂટ પ્રતિબદ્ધતાનો મૂર્તિમંત પુરાવો છે. ખાસ કરીને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટેશાળામાંઅભ્યાસક્રમઉપરાંતવિવિધ પ્રશિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. માળખાગત એકમ પરીક્ષણોથી લઈને નિયમિત મૂલ્યાંકન સુધી, વિસ્તૃત સાંધ્ય અભ્યાસ સત્રોથી લઈને પૌષ્ટિક નાસ્તા સુધીનીAVMBની પ્રત્યેક પહેલ વિદ્યાર્થીઓનાસર્વાંગી વિકાસને સમર્પિત છે.

AVMB દ્વારા લેવામાં આવેલા દરેક પ્રયાસ આ ગૌરવપૂર્ણ પરિણામોમાં પરિણમ્યા છે. કરુણાપૂર્ણ અભિગમ, શિસ્તબદ્ધ આયોજન અને વિદ્યાર્થી-કેન્દ્રિત પ્રશિક્ષણ સાથેAVMBએફરી એકવાર સાબિત કર્યુ છે કે તે માત્ર એક શાળા જ નથી પરંતુ આશા, વિકાસ અને પરિવર્તનનું અભયારણ્ય છે.ભદ્રેશ્વરના માછીમાર પરિવારના મહેનતુ વિદ્યાર્થીનાજીર માંજાલિયા તેનું જીવંત ઉદાહરણ છે.

મર્યાદિત સાધનો હોવા છતાંનાજીરે હંમેશા શિક્ષણને મહત્વ આપ્યું. અનોખા સમર્પણ અને ખંતના પરિણામે SSC બોર્ડ પરીક્ષામાં તેણે ૯૮.૪૨ ના PR સાથે ૯૩.૩૩% મેળવ્યા છે. આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ શાળા અને આસપાસના સમુદાયો માટે પણ ગર્વની ક્ષણ બની ગઈ છે.હવે નાજીરરાષ્ટ્રસેવા અને સમાજના ઉત્થાનનાઉદ્દેશથી IAS અધિકારી બનવાનીખેવના ધરાવે છે.

૨૦૨૩માંધોરણ IX માં પ્રવેશ મેળવતા અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરમાં જોડાવાનું તેનું સ્વપ્ન સાકારથયું. તેણે ઝડપથી શિસ્તબદ્ધ અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ વાતાવરણમાં સમાયોજિત થઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શનથીતે દરેક વિષયમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા લાગ્યો. વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ ધીમે ધીમે તે એક આત્મવિશ્વાસુ અને સક્ષમ વિદ્યાર્થી તરીકે વિકાસ પામ્યો.

Back to top button
error: Content is protected !!