GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: 79 લાખની મૂડી સામે લાખોનું વ્યાજ વસૂલ્યા છતાં વેપારીને જાનથી મારવાની ધમકી

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: 79 લાખની મૂડી સામે લાખોનું વ્યાજ વસૂલ્યા છતાં વેપારીને જાનથી મારવાની ધમકી

 

​મોરબી: શહેરમાં વ્યાજખોરોનો શિકાર બનેલા વધુ એક મધ્યમવર્ગીય નાગરિકે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. શનાળા રોડ પર રહેતા એક વ્યક્તિએ પાંચ વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ઊંચા વ્યાજની વસૂલાત માટે દુકાન અને મકાનના અસલ દસ્તાવેજો પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.



​શનાળા નજીક ધર્મલાભ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ધારેશભાઈ બચુભાઈ કૈડ નામના વેપારીએ પોતાની આર્થિક જરૂરિયાત માટે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. ફરિયાદ મુજબ, તેમણે કુલ 79 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજે લીધી હતી, જેની સામે તેમણે લાખો રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી.

​ફરિયાદમાં જણાવ્યા મુજબના શખ્સો સામે ગુન્હો નોંધાયો છે:દેવશીભાઈ બીજલભાઈ વેરાણા (મકનસર)₹30,00,000 -5%18,00,000 – હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા (બોડકા)₹20,00,000-10% 16,00,000 -મયુર ઉર્ફે દેવો કરોતરા (મોરબી) ₹14,00,000-2.5% 4,22,000 રમેશભાઈ મનાભાઈ વાંક (મોરબી) ₹10,00,000-2% 2,40,000 ભરતભાઈ હેમુભાઈ સોલંકી (મોરબી)₹5,00,000-3% ₹90,000 ​ફરિયાદીના જણાવ્યા અનુસાર, લાખોનું વ્યાજ ચૂકવવા છતાં આરોપીઓ મૂડી અને વધુ વ્યાજ માટે દબાણ કરતા હતા. આરોપી રમેશભાઈએ ફરિયાદીની દુકાન અને પત્નીના મકાનના અસલ દસ્તાવેજો ગીરો તરીકે પડાવી લીધા હતા. જ્યારે આરોપી દેવશીભાઈએ ફોન પર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાંચેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને મૃત્યુનો ભય બતાવી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ધારેશભાઈની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!