
વિજાપુર વસઇ પ્રાથમિક શાળામાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જીલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ વિભાગ ના માર્ગદર્શન હેઠળ વિજાપુર વસઇ ગામે આવેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે બાળકો તમાકુ નિષેધ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી.જેનું આયોજન પ્રા આ કે વસાઈ ના મેડિકલ ઓફિસર તેમજ સુપર વાઈઝર એલ બી રાજપૂત તેમજ આરોગ્ય કર્મચારી ઉર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૨૩ બાળકો એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ વિજેતા ને સ્કૂલ બેગ.બીજા નબર વિજેતા ને.ફોલ્ડર ફાઈલ તેમજ ત્રીજા નંબર વિજેતા ને કંપાસ આપવામાં આવ્યા હતા અન્ય ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા બાળકો ને વ્યસન થી તેમજ તમાકુ અને તમાકુ ની બનાવટો થી દુર રહેવા માટે સંકલ્પ લેવાડવામાં આવ્યા હતા.શાળા ના આચાર્ય તેમજ શાળા ના શિક્ષક મિત્રોના સહકાર થી કાર્યક્રમ સફળ બન્યો હતો.લ્લ કાર્યક્રમ નુ સુપર વિઝન તાલુકા હેલ્થ કચેરીના સુપર વાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ




