હાલોલ-ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકામાં 36 બેઠકો પર ભગવો લહેરાવ્યો,ઉમેદવારોને અભિનંદન પાઠવતા ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૨.૨૦૨૫
હાલોલ નગરપાલિકાની ચૂંટણીઓ માં 15, બેઠકો માટે મંગળવારના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાંથી ભાજપા એ તમામ બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી 15 બેઠકો માં ભાજપના વિજયપતાકા લહેરાતા જોવા મળ્યા હતા ઐતિહાસિક વિજય બાદ સ્થાનિક ધારાસભ્ય ની આગેવાની હેઠળ મતદાનના માધ્યમથી ચૂંટાયેલા તમામ તેમજ બિનહરીફ વિજેતા ઉમેદવારો નું વિજય સરઘસ હાલોલ ના રાજમાર્ગો પર નીકળ્યુ હતુ.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત હાલોલ નગરપાલિકાની 9 વોર્ડ ની 36 બેઠકો માટે ચૂંટણીઓ જાહેર થઈ હતી.જેમાંથી મતદાન પ્રક્રિયા અગાઉ 21 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ હતી. જ્યારે 6 વોર્ડમાં 15 બેઠકો માટે 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જેમાં સોમવારના રોજ હાલોલ કોલેજ ખાતે સવારે 9 કલાકે સ્ટ્રોંગ રૂમમાંથી ઇ.વી.એમ બહાર કાઢી તેની ચકાસણી કરી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમામ 15 બેઠકો પર ભાજપા ના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. મતગણતરી 7, ટેબલ પર હાથ ધરવામાં આવી હતી જ્યારે મત ગણતરી માટે 70 જેટલા કર્મચારીઓ વહીવટી તંત્રના કામગીરીમાં જોડાયા હતા.જ્યારે મતગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 160 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પરિણામો બાદ વિજય સરઘસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલોલ કોલેજ ખાતેથી નીકળી હાલોલ ના રાજમાર્ગો પર ભ્રમણ કરી નગરના કંજરી રોડ ખાતે આવેલ ભાજપા કાર્યાલય ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પહોંચ્યું હતું.જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ, કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપા કાર્યકરો હાજર હાજર રહ્યા હતા. નગરપાલિકાની ચૂંટણીઓમાં મતદાન અગાઉ 21 બિનહરીફ ઉમેદવારોમાં 19, ભાજપા ના તેમજ વોર્ડ નંબર 3 ના 2, અપક્ષ ઉમેદવારો (ભાજપા પ્રેરિત) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે 15 બેઠકો માટે યોજાયેલ મતદાન બાદ તમામ બેઠકો ભાજપાએ કબજે કરતા હાલમાં હાલોલ નગરપાલિકા માં ભાજપાના કુલ મળી 34 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે.જ્યારે સત્તાવાર રીતે બે અપક્ષ નગર સેવકો કુલ મળી 36, નગર સેવકો અંદાજિત પોણા બે વર્ષના વહીવટદારના શાસનના સમયગાળા બાદ સત્તા સંભાળશે તે સ્પષ્ટ થઈ ગયું છે.હાલોલ નગરની 2011 ની વસ્તી ગણતરી મુજબ હાલોલ ની જનસંખ્યા 64265 હતી. જ્યારે હાલની તારીખે નગરપાલિકા પાસેથી મેળવેલ આંકડા મુજબ હાલોલ ની જનસંખ્યા 88583 હોવાનું જાણવા મળે છે.જેમાંથી હાલોલ નગરપાલિકા ખાતે યોજાયેલ ચૂંટણીઓમાં કુલ નોંધાયેલા મતદારો 46568 છે. જેમાંથી ત્રણ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થતા 6, વોર્ડ માટે 30881 મતદારો દ્વારા મતદાન કરવામાં આવનાર હતું.જેમાંથી મતદાનના દિવસે માત્ર 14930 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.જેના દ્વારા કુલ મળી 32402 મતો ઇવીએમમાં હતા. જેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આમ ચૂંટણીઓ બાદ 88, હજાર ની વસ્તી ધરાવતા હાલોલ નગરમાં 14930 મતદારો (લોકો) દ્વારા હાલોલ નગરપાલિકા ખાતે આવનારા પાંચ વર્ષ માટેના વહીવટ નો જનાદેશ આપ્યો છે. તેવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.વિજેતા ઉમેદવારો ની યાદી વોર્ડ નંબર (1) શીતલબેન અલ્પેશકુમાર દરજી બીન હરીફ વિજેતા,રૂપલબેન હિરેનકુમાર ભટ્ટ 1083 મત મળેલ,દેવકરણ જીવાભાઈ ગઢવી બીન હરીફ વેજતા,નીતિનભાઈ જશુભાઈ શાહ 1412મળેલ મત,વોર્ડ નંબર.(2) અલ્કાબેન પ્રવીણભાઈ પંચાલ બીન હરીફ વેજતા, જીગ્નાબેન શીતલભાઈ પટેલ બીન હરીફ વેજતા, તપનકુમાર હસમુખભાઈ ઠક્કર બીન હરીફ વેજતા,વિમલભાઈ હિંમતભાઈ મારવાડી,વોર્ડ નંબર (3) મકસુદા ફારુકભાઈ બાગવાલા ભાજપા પ્રેરિત અપક્ષ ઉમેદવાર બિન હરીફ વેજતા,શમા સોહિલ સૈયદ ભાજપા પ્રેરિત અપક્ષ ઉમેદવાર બિન હરીફ વેજતા, સલીમભાઈ મહમંદ પાનવાલા બીન હરીફ વેજતા, જિતેન્દ્રકુમાર પરષોતભાઈ રાઠોડ બીન હરીફ વેજતા, વોર્ડ નંબર (4) શિલ્પાબેન ખુમાણસિંહ ચૌહાણ બિન હરીફ વેજતા,રમીલાબેન અર્જુનભાઈ રાઠવા મળેલ મત 1761,ગોરધનભાઈ ભીમાભાઇ રાઠવા મળેલ મત 2205, અરવિંદસિંહ ભરતસિંહ પરમાર મળેલ મત 2252,વોર્ડ નંબર (5) કોકીલાબેન પ્રવિણકુમાર સોલંકી બિન હરીફ વેજતા, આરેફાબાનું બસીરમહમંદ મકરાણી બિન હરીફ વેજતા, અઝીઝુરરહેમાન મજીદભાઈ દાઢી બિન હરીફ વેજતા, એહસાનભાઈ ગુલામહુશેન વાઘેલા બિન હરીફ વેજતા, વોર્ડ નંબર (6) તૃપ્તિબેન નવીનચંદ્ર જાદવ બિન હરીફ વેજતા,તેજલબેન કિંજલકુમાર શાહ બિન હરીફ વેજતા,સંદીપ ડાહ્યાભાઈ પારેખ મળેલ મત 1622,ગોપાલભાઈ કાંતિભાઈ પટેલ મળેલ મત 1990,વોર્ડ નંબર (7) જશુબેન ગોવિંદભાઈ સિંઘવ બિન હરીફ વેજતા,નિશાબેન અરૂણકુમાર દેસાઈ બિન હરીફ વેજતા,પ્રમોદસિંહ દિલીપસિંહ રાઠોડ મળેલ મત 1655, પ્રમોદકુમાર રામજીભાઈ પટેલ મળેલ મત 1215,વોર્ડ નંબર (8) સપનાબેન વિજયભાઈ રાઠવા મળેલ મત 1221,દીપિકાબેન પરેશભાઈ પટેલ મળેલ મત 1762, કલ્પેશગીરી હરિગિરી ગોસ્વામી બિન હરીફ વેજતા,ચિરાગકુમાર અંબાલાલ પટેલ મળેલ મત 1859,વોર્ડ નંબર (9) ગીતાબેન બંસીભાઈ રાઠોડ મળેલ મત 2652,સવિતાબેન ભુરાભાઈ નાયક મળેલ મત 2325, સંજય કુમાર ડાહ્યાભાઈ પટેલ મળેલ મત 2141, દિલીપકુમાર ગાંગજીભાઈ સિધ્ધપુરા બિન હરીફ વેજતા આ તમામ સભ્યો વિજેતા જાહેર થયા હતા.
















