VANSDA:શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કોટેજ હોસ્પિટલ સંલગ્ન વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે કોટેજ હોસ્પિટલ, વાંસદા સંલગ્ન વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં કોટેજ હોસ્પિટલના ટીબી વિભાગ ના સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાયઝર પિન્કેશભાઇ અને સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાયઝર સંતોષભાઈ તેમજ જુહીબેન (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, રાણી ફળિયા) અમિષાબેન ( કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હનુમાનબારી) લલિતાબેન તેમજ એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ, પ્રિન્સિપાલ દામિનીબેન, શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ નો તમામ સ્ટાફ અને ANM/ GNM કોર્ષ ના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ પિન્કેશભાઇ અને સંતોષભાઈ દ્વારા ટી.બી અને તેનું નિદાન અને સારવાર વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તેમજ લોકજાગૃતિ માટે ટીબી નાબૂદ પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.



