VALSADVALSAD CITY / TALUKO
વલસાડના કલવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ
વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વલસાડ તાલુકાના કલવાડા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તરણ અધિકારી, ગ્રામસેવકો અને ગામના ૩૧ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ખેતીવાડી ખાતાના અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા ગામના ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.




