GUJARATNAVSARI

Vansda: ધારાસભ્ય અનંતભાઈ પટેલે શિક્ષણમંત્રીને કોંગ્રેસના સમયથી ચાલતી શિષ્યવૃત્તિ ને પુનઃ બહાલ કરવા રજુઆત કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ

ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તે માટે વાંસદા-ચીખલી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનંતભાઈ પટેલ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીડોરને એક પત્ર લખી રજુઆત કરી છે.

જેમાં ભારતીય જનતા પાર્ટી ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે.આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્ષમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની પોજના બનાવવામાં આવી હતી. આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25 % રાજય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આરિવાસી સમાજના એટલે કે અનુસુચિત જનજાતિ(ST)ના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેંનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર  બને અને યોજના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર બને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલ છે. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક અનુસુચિત જનજાતિની વિદ્યાર્થી મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેંળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર થયેલા પરિપત્રની નકલ આ સાથે સામેલ કરી છે.
સરકરના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મંટ્રિક પછી નર્સિંગ,ફાર્મસી, ડીગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, એમ.બી.એ. એમ.સી.એ., એમ.ઈ. અને એમ. ફાર્મથી લઇને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિખવૃત્તિના કારણે ભણી શકવાથી ભવિષ્ય ઉજવળ બનતું હતું. આવા હજારો વિધાર્થીઓના ભવિષ્ય અંધકારમય કરી દેનાર  ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણ  નીંધનિય ખાલી ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આપતા એસટી કેટેગરીના 3700  વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે.જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે. સરકાર તાત્કાલિક પોતાનો આ તધલખી નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજથી આવતા આળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે.આદિવાસી સમાજને કરવામાં આવેલા આ ઘોર અન્યાય બંધ કરવામાં આવે. સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટમાં પ્રવેશ મેળવ્યા ભાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે.તેમ લખી એક પત્ર શિક્ષણમંત્રી  કુબેરભાઈ ડીડોરને રજૂઆત કરી

Check Also
Close
Back to top button
error: Content is protected !!