વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રોહેબિશનના ગુના અટકાવવા સુરત રેન્જ આઇજી અને નવસારી જિલ્લા પોલીસવડાની કડક સૂચના અને માર્ગદર્શનથી વાંસદા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.આહીરએ દારૂની હેરફેર અટકાવવા ખાનગી ગાડીઓમાં કડક પેટ્રોલિંગ હાથ ધર્યો છે. પૂર્વ બાતમીના આધારે વાંસદા તાલુકાના રાણીફળીયા નજીકથી ભારતીય બનાવટની વિદેશી દારૂના કુલ ૩૪ પુઠાના બોક્ષમાં તથા મીણીયા થેલીઓમા છુટ્ટી વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ ૧૧૫૨ જેની કિ.રૂ.૩,૧૪,૦૦૦/- નો પ્રોહી જથ્થો તથા સફેદ કલરની મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો નંબર જીજે ૧૭ સીઈ ૭૭૭૮ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૩,૧૯,૦૦૦/- ના મુદૃામાલ સાથે વાંસદા પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસ ઇન્સપેકટર એન.એમ. આહીરની સુચના મુજબ આગામી હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન રાણી ફળીયા ગામે આવતા પો.ઇન્સ. એન.એમ.આહીરને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો નંબર જીજે ૧૭ સીઈ ૭૭૭૮માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી ભરી ધરમપુર, વાંસદા, સુરત તરફ જનાર છે. જે બાતમી આધારે રાણી ફળીયા કાવેરી નદીના દક્ષિણ છેડે ધરમપુરથી વાંસદા જતા રોડ ઉપર પોલીસ સ્ટાફ તથા પંચોના માણસો છુટા છવાયા નાકાબંધી દરમ્યાન સદર બાતમીવાળી સફેદ કલરની મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો રજી નંબર જીજે ૧૭ સીઈ ૭૭૭૮ ને રોકી ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના કુલ-૩૪ પુઠાના બોક્ષમાં તથા મીણીયા થેલીઓમા છુટ્ટી વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ-૧૧૫૨ કિ.રૂ.૩,૧૪,૦૦૦/- નો પ્રોહી જથ્થો તથા સફેદ કલરની મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો નંબર જીજે ૧૭ સીઈ ૭૭૭૮ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૩,૧૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સ્કોર્પિયો ગાડીના ક્લીનર સીટ ઉપર બેસેલ આરોપી (૧) સુનીલકુમાર કિશનારામ જાટને સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ તથા (૨) સ્કોર્પિયો રજી નંબર જીજે ૧૭ સીઈ ૭૭૭૮નો ચાલક તથા પ્રોહી મુદ્દામાલ ભરાવનાર- રામસ્વરૂપ જગમાલારામ બીશ્નોઇ તથા (૩) પ્રોહી જથ્થો મંગાવનાર:- છબીનાથસિંહ ઉર્ફે રાજા કૌશલસિંહ રાજપુત નાઓને વોન્ટેડ જાહેર કરેલ છે. ઉપરોકત તમામ આરોપી વિરુધ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં પ્રોહેબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, વધુની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એમ.આહીર કરી રહ્યા છે.





